અડીખમ ગુજરાત
અડીખમ ગુજરાત
અરે કોરોના તારી શી વિસાત છે ?
આ અડીખમ ગુજરાત છે.
અહી માત અને માતૃભૂમિ કાજે છોડતા પ્રાણ છે,
ભર બપોરે તડકામાં લેવાતા શ્વાસ છે.
આ અડીખમ ગુજરાત છે.
અહીં તુજ જેવા કેટલા આવ્યા ને ગયા,
એ બધાંની હાર થય,
એક જ હાકલ પર,
અહીં લડવા તૈયાર હજાર છે,
આ અડીખમ ગુજરાત છે.
પોલીસ, ડોક્ટર અને કર્મચારીઓની ખમીરવંતી જાત છે,
જેનો પરિવાર સમગ્ર ગુજરાત છે,
આ અડીખમ ગુજરાત છે.
લડી લેશે પણ હારશે નહિ,
તારા જેવા વાયરસ સામે નમશે નહિ,
આ લડવૈયા માં ભગવાન સાક્ષાત છે,
આ અડીખમ ગુજરાત છે.