અછત વર્તાઈ રહી
અછત વર્તાઈ રહી
અબોલા અને ગુસ્સાએ જમાવ્યું છે જોર
પ્રેમના પ્રવાહ પર લાગી ગઈ છે રોકટોક
જિંદગીમાં આજ સ્નેહની અછત વર્તાઈ રહી...!
ઝઘડા અને કુસંપની નદી વહેતી રે થઈ
સ્નેહભર્યા સંબંધોના મોલ ઓછા કરી ગઈ
જિંદગીમાં આજ સ્નેહની અછત વર્તાઈ રહી...!
ભાઈ ભાઈના સ્નેહના સંબંધો થયા ખતમ
નાતજાતના ભેદ વધારી સ્નેહ નાબૂદ કરતી ગઈ
જિંદગીમાં આજ સ્નેહની અછત વર્તાઈ રહી...!
હતી જે સમતા ને મમતાની રેલમછેલ
અસમતાને વેરઝેર ઉત્પન્ન કરતી થઈ
જિંદગીમાં આજ સ્નેહની અછત વર્તાઈ રહી...!
મિત્રોને સંબંધોની જામતી જે મીઠી ગોઠડી
એ આજ સાવ વિખરાતી જોને થઈ
જિંદગીમાં આજ સ્નેહની અછત વર્તાઈ રહી...!
