આય હાય નોકરી
આય હાય નોકરી
જિંદગીની સાચી મજા આ નોકરી,
હરખાવવાની વજા છે આ નોકરી.
પળ-પળ જીવ્યા જેવું લાગતું મને,
શ્વાસની સરગમ મ્હેકાવતી નોકરી.
નિરાશ થાઉં કદી કઠીન મારગડે,
હકારે ઉત્સાહિત કરતી આ નોકરી.
નાના-નાના મુખો જોઈ મલકાતા,
ઉર્જા અપાર ભર દેતી આ નોકરી.
અશાંત જે અપેક્ષાઓ જગ થકી,
શાતાની સરિતા બનાવતી નોકરી.