આવ્યો રે દિન
આવ્યો રે દિન
આવ્યો રે દિન ભાઈ આવ્યો રે દિન
આજ રે સ્વતંત્રતાનો આવ્યો રે દિન
લાવ્યો રે મહેક ભાઈ લાવ્યો રે મહેક
આજ રે આઝાદીની લાવ્યો રે મહેક,
ગાઈએ રાષ્ટ્રગીત ભાઈ ગાઈએ રાષ્ટ્રગીત
આજ રે સ્વતંત્રતાનો આવ્યો રે દિન
ફરકાવીએ રાષ્ટ્રધ્વજ ભાઈ ફરકાવીએ રાષ્ટ્રધ્વજ
આજ રે સ્વતંત્રતાનો આવ્યો રે દિન,
કરીએ યાદ સ્વતંત્રતા સેનાની કરીએ રે યાદ
આજ રે સ્વતંત્રતાનો આવ્યો રે દિન
ગાઈએ દેશભક્તિ ગીત ને કરીએ નૃત્ય
આજ રે સ્વતંત્રતાનો આવ્યો રે દિન,
આવ્યો રે દિન ભાઈ આવ્યો રે દિન
આજ રે સ્વતંત્રતાનો આવ્યો રે દિન.
