આવ્યો રે દિન
આવ્યો રે દિન
આવ્યો રે માસ ભાઈ
આવ્યો રે માસ
ઉત્સવકેરો શ્રાવણ માસ
આવ્યો રે ભાઈ
બાંધો રક્ષા રે આજ
બાંધો ને રક્ષા
રક્ષાબંધન કેરો આવ્યો રે ભાઈ
આજ આવ્યો રે દિન
ગાઓ રે રાષ્ટ્રગીત ભાઈ
ગાઓ રે રાષ્ટ્રગીત
સ્વતંત્રતા કેરો આજ ભાઈ
આવ્યો રે દિન
ટાઢું રે ખાઓ ભાઈ
ટાઢું રે ખાઓ
શીતળા સાતમ કેરો આજ
આવ્યો રે દિન
પૂજન કરો નાગદેવનુ ભાઈ
આજ પૂજન કરો
નાગપંચમીનો આજ ભાઈ
આવ્યો રે દિન
ઉજવો કૃષ્ણજન્મ રે ભાઈ
ઉજવો કૃષ્ણજન્મ
જન્માષ્ટમીનો આજ ભાઈ
આવ્યો રે દિન
કરાવો પારણાં આજ ભાઈ
કરાવો પારણાં
પારણાં નવમી કેરો ભાઈ
આવ્યો રે દિન
