આવ્યા સપના
આવ્યા સપના
આ નયનમાં ઊગમણેથી આવ્યા સપના,
રાતની આ તન્હાઈમાં આવ્યા સપના.
આ જગતની માયાના બંધન જકડે છે,
સર્વ બંધન તોડીને આ આવ્યા સપના.
ધૂંધળી દિશાએ આ રાત્રી સ્તબ્ધ છે,
ત્યાંજ ઊગમણી દિશાથી આવ્યા સપના.
આ ચમનના ફૂલો ખુશ્બુ રેલાવે છે,
ચંદ્ર મુખ વદન પ્રિયાના આવ્યા સપના.
પ્રેમના સ્વપ્નો આથમણે વિલિન થયા,
જોશભેર અહી દોડી આવ્યા સપના.
