આવશે
આવશે
મારા કરન અર્જુન આવશે,
વર્ષોનું સપનું મારું પૂરું થશે,
દિલમાં મારા હરખ ન સમાય,
એવી શુભ ઘડી આવતી દેખાય,
સમયસર આવી જાય તો સારું,
આયખું પણ બચ્યું કેટલું મારું,
ભરોસો આવો કોઈને ન દેવાય,
વાટ પણ કોઈની કેટલી જોવાય,
આવું છું કહીને એ આવતાં નથી,
માયા શહેર તણી છોડતા નથી,
મન વગર માળવે ન જવાય,
તો ગામડામાં કેવી રીતે અવાય.
