આવો પણ ઉપવાસ
આવો પણ ઉપવાસ
આવો ને આવો પણ એક ઉપવાસ કરીએ કે,
આજે એક દિવસ સોશ્યલ મીડિયાથી દૂર રહીએ.
સવારની ચ્હાથી રાત્રિનુ ભોજન સાથે માણીયે,
પરિવારની ભાવનાઓની મીસરીની મીઠાશ માણીયે.
કુટુંબના સભ્યોને રૂબરૂ મળી એક મુલાકાત કરીએ,
છુપાવેલી થોકબંધ લાગણીઓ આજે વહેતી કરીએ.
ભૂલાઈ ગયેલાં એ દોસ્તોને મળવા પ્રયત્ન તો કરીએ,
અને આમ જ સંબંધોથી તરબતર તરબતર થઈએ.
ઉપવાસના બધા જ પુણ્યો આજે એક સાથે મેળવીએ,
સોશ્યલ મીડિયાથી દૂર રહી કંઈક જીવંતતા મેળવીએ.
ચાલોને આજે આવો ઉપવાસ કરીને જિંદગી જીવીએ,
આજે ખાલી દેખાવ નહીં પણ સાચું જીવન જીવીએ..
