આવો ફરી બાપુ તમે
આવો ફરી બાપુ તમે
ભલે તકલીફ પડે તો પણ અરજ છે એટલી મારી,
દૂરાચારોને દૂર કરવા આવો ફરી બાપુ તમે,
ગરીબીએ મૂકી માઝા, ગરીબોનાં ઊડે ચીંથરા,
ભલે ધોતી ટૂંકી પહેરી, આવો ફરી બાપુ તમે,
જુઓ આ ન્યાયનાં પલ્લાં થયાં અહીં અતી ભારી,
બચાવવા દેશની ઈજ્જત, આવો ફરી બાપુ તમે,
નજરમાં ક્યાંય ન આવે તમારાં પ્રેમ ને સત્ય,
અહિંસાએ મૂકી માઝા, આવો ફરી બાપુ તમે,
હવે આઝાદ ભારતની થઈ હાલત કફોડી છે,
હવે અવતાર લઈ આ દેશમાં આવો ફરી બાપુ તમે.
