STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

આવો ભોળા...!

આવો ભોળા...!

1 min
26.6K


કરું શ્રાવણે સ્તુતિ તમારી,

આવો ભોળા ભવ દુઃખહારી,


વિનવે અવનીનાં નર-નારી,

આવો ભોળા ભવ દુઃખહારી,


શિરજટાને વૃષભ સવારી,

લલાટે શશિ છબી ન્યારી,

ભક્તવત્સલ ભોલે ભંડારી..આવો,


સંગ સોહે ઉમિયા દુલારી,

ચિતાભસ્મ અંગે અંગીકારી,

કોટે નાગપાશ સ્વીકારી..આવો,


નિલકંઠ શિવ ત્રિપુરારિ,

નંદી ગણેશ રહે વિહારી,

ટાળે વિધિલેખ જટાધારી..આવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama