ઘાંસ
ઘાંસ
ઉપર આભમાંથી નજર કરી જૂએ પૂર્ણિમાએ ઈન્દુ
તૃણ પલ્લવ પર ચમક્યું પ્રભાતે તેજ ઝાકળ બિંદુ,
ખુશી જોઈ ચંદ્રની અપાર સૂર્યને આવી અદેખાઈ,
જોતજોતામાં શસ્ય પર્ણ શબનમ સુકાતી દેખાઈ,
તુચ્છ માની કહે અક્કલ શું ઘાંસ ચરવા ગઈ હતી?
શાદ સાદ પાડી બીડમાં લીલો ચારો કેમ ચાહતી?
ખડ સૂકાયા બાવળ બળ્યા થોરીયાય બહુ સૂકાણાં
કયે અપરાધે મેહુલા તમે આજ અમ પર કોપાણાં
કુળ રીત જતી કરી, ખડ જો એકે વાર હાવજ ખાય,
તો લાજે સિંહણ દૂધડા, એની ભવની ભોઠપ થાય
ખેતરમાં ઊગેલું નકામું ઘાંસ કહેવાય છે નીંદામણ,
કડબ પૂળા ઘાસની ગંજી ઓળખાય નામથી નીરણ,
ઘાંસ ખડ તૃણના પૂળા ઢાંકતા દરિદ્રના ઘરની છત
બને બેબાકળા ગાય ભેંસ ખેડુ દુકાળે સર્જાય અછત
ઉપર આભમાંથી નજર કરીને જૂએ પૂર્ણિમાએ ઈન્દુ
લીલીછમ ધરતી સર્જી જાણે સાડી સજી તૃણ પરીંદુ.