પ્રકૃતિનો સંદેશ 'પ્રેમ'
પ્રકૃતિનો સંદેશ 'પ્રેમ'
1 min
300
પ્રકૃતિએ આપ્યો સ્પષ્ટ સંદેશ,
કાળજી રાખવી પડશે અતિ વિશેષ,
થયાં છે દરેક દરેક માનવી કેદ,
પ્રકૃતિ નથી રાખતી કોઈ ભેદ,
પ્રકૃતિ નથી કરતી કોઈ પ્રત્યે ભેદભાવ,
પછી તે વ્યક્તિ હોય હિંદુ કે મુસ્લિમ,
દરેક માનવીના રક્તનો રંગ છે લાલ,
પછી હોય તે અમીર કે ગરીબ,
કોરોના વાયરસે મચાવ્યો છે ખતરનાક કહેર,
અટકશે ત્યારે જ જ્યારે સહકાર આપશે દરેક શહેર,
અનુભવી રહ્યા છે દરેક પશુ-પંખી આઝાદી,
પરસ્પર સંપમાં જ છે મનુષ્યજાતની ખુશહાલી..