હે રામ!
હે રામ!


હતાશ છું,નિરાશ છું,
આ દંભી ભક્તોથી ઘણો પરેશાન છું,
કહેવાઉં હું મર્યાદા પુરૂષોત્તમ,
પણ મારા નામે કરે કામ અધમ,
કણ કણમાં છે મારો વાસ,
પણ નિર્દોષોને રંજાડીને કરે મારો ઉપહાસ,
૨૫ વર્ષથી મારૂં મંદિર બનાવવાનો વાયદો કરે,
લોકોને છેતરવામાં ય મારા નામનો ઉપયોગ કરે,
વચનપાલન અને ત્યાગ છે મારા જીવનનો સંદેશ,
પણ સત્તા મેળવવા માટે મારા નામનો ઉપયોગ કર્યો હરહંમેશ,
જો જનતા જનાર્દન વાપરશે પોતાની સદ્બુધ્ધિ,
તો જ મને શરમમાં મૂકનારાઓની થશે હકાલપટ્ટી,
જે કટ્ટર લોકોને અંગ્રેજોની મદદ કરવામાં ન આવી શરમ,
તે કટ્ટરોની ગોળીનો ભોગ બનનાર 'ગાંધીજી'ના અંતિમ શબ્દો હતા 'હે રામ'..