જીવન યાત્રા
જીવન યાત્રા
1 min
301
જીવન એક અવિરત ચાલતી મંગલ યાત્રા;
ઉતાર ચઢાવની સંકલિત વિકાસ યાત્રા.
શિશુ, કિશોર, યુવા અને પ્રૌઢોની અવસ્થા;
જ્ઞાન, કર્મ અને ભક્તિ સંગમની જીવન આસ્થા.
ઈડ, ઈગો અને સુપર ઈગોમાં વ્યસ્ત છે દુનિયા;
ફેશન, સ્ટેટ્સ અને રંજનમાં મસ્ત છે દુનિયા.
સંસ્કૃતિ અને પ્રકૃતિ સંકલિત છે આ જગત;
પ્રભુભક્તિ અને સદાવ્રતમાં રસ મગ્ન છે આ જગત.
નરસિંહ, મીરાં અને ભોજા ભગતની આ છે ભક્તિયાત્રા;
ઈર્શાદ, બેદિલ અને બેફામની આ છે ગઝલ યાત્રા.