STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

આવજે તું

આવજે તું

1 min
434

અંધકાર ભર્યા જીવનમાં સૂરજનો

ઉજાસ થઈને આવ જે તું

વિરાન જિંદગીમાં

વસંત બની ને આવ જે તું


મૃગજળ જેવી જિંદગીમાં

મીઠું ઝરણું બની આવ જે તું

જ્યારે હું મુંઝાવ તો ખુશીઓનો

ખજાનો લઈ ને આવ જે તું


સપનાઓનું દર્પણ તૂટે તો નવા સપનાઓની

વણઝાર લઈ ને આવ જે તું

જીવનના રસ્તે ચાલતા ચાલતા ભટકી જાઉ

તો ભોમિયો બની આવ જે તું


હદય જ્યારે બને મારું સૂમસામ સડક જેવું

શોર મચાવવા સાગરની લહેર બની આવ જે તું

જ્યારે ઉદાસ હોઉં ત્યારે

સરગમ ના સાત સૂર બની આવ જે તું


Rate this content
Log in

Similar gujarati poem from Romance