આવડી જાય છે
આવડી જાય છે


જન્મતાંની સાથે, શ્વાસ લેતાં આવડી જાય છે,
’ને આમ જાતે, જીવતાં આવડી જાય છે !
પડતાં ‘ને આખડતાં, ચાલવાની કોશિશમાં,
જાતે, ડગલું ભરતાં આવડી જાય છે !
પ્રેમાળ મા ની મમતા, ‘ને બાપની શિસ્ત સાથે,
બાળપણને કેળવાતાં આવડી જાય છે !
ભીતરનાં ઘેરાં નાદને, ઓગાળી શકીએ તો,
મૌનને શાંતિથી સાંભળતાં આવડી જાય છે !
આડી તેડી ‘ને વાંકીચૂકી, ડગર પર ચાલતા
મંઝિલ આપણી શોધતાં આવડી જાય છે !
અવનવાં ચહેરાંઓની, અડાબીડ ભીડમાં,
ચહેરો ખરો ઓળખતાં આવડી જાય છે !
ઈચ્છાઓ, આશાઓ ‘ને અરમાનોની સાથે,
જિંદગી 'ચાહત' થી જીવતાં આવડી જાય છે !