STORYMIRROR

Sapana Vijapura

Romance Others

4  

Sapana Vijapura

Romance Others

આવ તું

આવ તું

1 min
449

'હું' પણુ ભૂલી જઈને આવ તું,

હા અહમને માત દઈને આવ તું.


પ્રેમનો આભાસ આપીને ગયો,

પ્રેમનું સ્પંદન લઈને આવ તું.


મૌનથી થાકી ગઈ છું હું હવે,

પ્રેમની ભાષા લઈને આવ તું.


આંખના ઊંડાણમાંથી નીતર્યા,

આંખનાં મોતી થઈને આવ તું.


સપના આ પૂરા થશે સંભાવના,

સપનાની આંખો બનીને આવ તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance