આસ્થા
આસ્થા
પ્રભુમાં ક્યાં કોઈને આસ્થા જરાય છે,
સ્વાર્થ પોતાનો છે માટે યાદ કરાય છે.
પ્રભુના નામે પકવાન સો ધરાય છે,
લઈ નામ આરોગી પોતે ધરાય છે.
આપ્યું અક્ષય છતાંય મન ક્યાં ભરાય છે,
લૂંટી એકબીજાને જીવતા માણસ હણાય છે.
ના કરવાના કામ કરી પાપનો ઘડો છલકાય છે,
ડગલેને પગલે લાગણીઓ દુભાય છે.
મગજના વેરને ક્યાં કદી દૂર કરાય છે,
અહીં માણસો એકબીજાને પર્યાય છે.
