આશાનું કિરણ
આશાનું કિરણ
મુશ્કેલ પથ
આશા એક કિરણ
બને સરળ
લાશમાં પ્રાણ
પુરે આશા કિરણ
જીવંત કરે
પ્રેરક બળ
હાર ને, જીત કરે
આશા કિરણ
નવો ઉત્સાહ
નવી દિશા બતાવે
આશા કિરણ
જીવવા જોમ,
પ્રોત્સાહન આપે છે
આશા કિરણ
અંધકાર ને
દૂર ભગાવે, આપે
ઉજાસ નવો
તકલીફ ને,
તકમાં બદલી નાખે
આશા કિરણ
