આશ ભારોભાર
આશ ભારોભાર
બારણે સાંકળ વાસી નથી
આવો હજી ઇન્તજાર છે.
કડવી લાગી હશે કોઇ વાત
પણ રાખવી યાદ ભાર છે.
બન્યા હશે આ શબ્દો બેકાબૂ
કદાચ ખરાબ સમયનો વાર છે.
ભૂલ ને ભૂલો સમયસર હવે
ખુશીઓ જીવને પારાવાર છે.
દિવસનો ભૂલ્યો સાંજે ઘરે છે
સમજો આ ઉત્તમ સારવાર છે.
છે ને રહશે ઇન્તજાર જીવનભર
આશ અમારી તો ભારોભાર છે.

