આરઝૂ એટલી
આરઝૂ એટલી
તમે ચુંટણી-ઢંઢેરો એવો છાપી દીધો,
તમે માંગ્યો મત ને અમે આપી દીધો.
તમે વાયદા કર્યાં, તમે કસમ ખાધી,
હવે પાળજો એને ભૂલાય ના એકાદી,
અમ કારણે મળી તમને જે ગાદી,
જાળવજો એને, ઝંખવાય ના આઝાદી.
તમે જ્યાં રામનામને સહેજ જાપી દીધો.
તમે માંગ્યો મત ને અમે આપી દીધો.
અમે આપ્યો જે મત, એની રાખજો પત,
અમે આપ્યો મત,એની આંકજો કિંમત,
સત્તાની સાથે કદી થજો ના ઉન્મત,
નથી રહી કોઇની સાથે એ અવિરત,
તમે શમણાંનો સૂર એવો આલાપી દીધો,
તમે માંગ્યો મત ને અમે આપી દીધો.
પ્રગતિનો પંથ છો જાય નહીં આકાશે ઠેઠ,
આરઝૂ એટલી, ધરા પર વધુ ભરાય પેટ,
રહી જાય ના જોજો કાગળ પર એ ટાર્ગેટ,
ભૂલશો ના, ફરી આવશો આ નમાવી હેટ,
તમે મોંઘવારીનો આંક નીચો ભાખી દીધો
તમે માંગ્યો મત ને અમે આપી દીધો.
