આપણે
આપણે


ચલ સનમ આપણે પુષ્પ ના ડગલે તો છે લખવું
તિખારો કલમે રસાળ શબ્દે આપણે તો લખવું,
ચહેરો વાંચે લાગણીની ડગર આપણે તો લખવું
દીપ પ્રગટે દરેક અક્ષરે સભર આપણે તો લખવું,
ઝાંઝવા ને તોફાન ચડે પ્રચંડ આપણે તો લખવું
કુદરત પણ ગાઈ રડે ચલને એવું તો છે લખવું,
થોડુ હસતું થોડું રડતું દડદડ ઘડઘડ છે લખવું
રંગ ભગવો અદબ શ્વાસની જાળવે એવું છે લખવું,
સમયની બનાવટ સાક્ષી શ્વાસે આપણે તો લખવું !
ધડાધડ તણાવું અડાઅડ વણાવું આપણે તો લખવું.