આપણે મોટા થઈ ગયા
આપણે મોટા થઈ ગયા


નાના હતા ત્યારે મનના જ રહેતા,
હવે આપણે કેમ ખોટા થઈ ગયા ?
ખરેખર ! આપણે મોટા થઈ ગયા.
ધનનો નફો મેળવવાના ચક્કરમાં,
કેટલાક સંબંધોના તોટા થઈ ગયા,
ખરેખર ! આપણે મોટા થઈ ગયા.
ક્ષણભર માટે માંડ ખુશ થઈએ છીએ,
જાણે પાણીના પરપોટા થઈ ગયા,
ખરેખર ! આપણે મોટા થઈ ગયા.
સ્થિર થઈ જઈએ છીએ અમુક બાબતે,
જાણે ફ્રેમમાં જડાયેલા ફોટા થઈ ગયા,
ખરેખર ! આપણે મોટા થઈ ગયા.
ઘસાઈ જઈએ છીએ ખુદને ચમકાવવા,
જાણે આપણે પત્થર કોટા થઈ ગયા,
ખરેખર ! આપણે મોટા થઈ ગયા.
અહીંથી ત્યાં દોડ્યાજ કરીએ છીએ,
જાણે તળિયા વિનાના લોટા થઈ ગયા,
ખરેખર ! આપણે મોટા થઈ ગયા.
ક્યારેક ક્યારેક તો એવું લાગે છે,
કે જાણે મોટા થઈને ખોટા થઈ ગયા,
ખરેખર ! આપણે મોટા થઈ ગયા.