STORYMIRROR

Mahebub Sonaliya

Thriller

3  

Mahebub Sonaliya

Thriller

આપણે મન

આપણે મન

1 min
13.8K



આપણે મન જે વને વન બસ ભટકતો હોય છે,

એ કલંદર જેમ દુનિયાથી સરકતો હોય છે,


થાય છે બસ એટલી બાબતનું કાયમ દુ:ખ મને,

કેમ માણસ ને ફકત માણસ ખટકતો હોય છે,


ચિત્ર આખેઆખું બદલી જાય છે આંખો સમક્ષ,

આદમી જયાં એક બે પાંપણ જપકતો હોય છે,


હોય છે લાખો વિમાસણ જિંદગીની ગોદમાં,

પ્રેમના મુદ્દાથી માણસ ક્યાં અટકતો હોય છે,


આદમીનાં દંભ ની શું વાત કરવી દોસ્તો,

ચાંદલો જયાં સુર્ય ના તેજે ચમકતો હોય છે,


થૂંકનાં સાંધા કરે છે જીંદગી 'મહેબુબજી',

એટલે હર કોઈ માથાને પટકતો હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller