Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આપણે આજે જ જીવી લઈએ

આપણે આજે જ જીવી લઈએ

1 min
163


આનંદ નામની ઔષધિ લઈ, ઉદાસીની બીમારીનો ઉપચાર કરી લઈએ,

નાહકની ચિંતા છોડી આપણે ખુશ રહી લઈએ,


આળસ ને કહી દઈએ અલવિદા, શ્રમ સાથે દોસ્તી કરી લઈએ,

મહેનત થકી મીઠા ફળ આપણે પામી લઈએ,


સંતોષી નર સદા સુખી એ કહેવતને સાર્થક કરી લઈએ,

જે છે એમાં જ આપણે સંતોષ મેળવી લઈએ,


મનમાં સંબંધો માટે મીઠાસ ભરી લઈએ,

એકબીજાને દિલમાં જગા આપી દઈએ,


મોલ સિનેમા કે રેસ્ટોરન્ટમાં સુખ શોધવાને બદલે, પરિવાર સાથે બેસી લઈએ,

સુખ દુઃખ વહેચી થોડાં હળવા થઈ જઈએ,


આજે મળેલી ક્ષણને મોજથી જીવી લઈએ,

કાલની ચિંતા છોડી આપણે આજે જ જીવી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational