STORYMIRROR

Kiran shah

Drama Romance

3  

Kiran shah

Drama Romance

આપી ગયો છે

આપી ગયો છે

1 min
855


આ વસંતી વાયરો આવી ખબર આપી ગયો છે.

મંદમાતી મૌસમી મનને અસર આપી ગયો છે.


આંગળી પકડી હવે ચાલ્યા કરું છું આ સડક પર,

એ નથી મળતો હવે શોધું કયાં? નજર આપી ગયો છે.


રાહ લાંબી જોવડાવી, ઠીક લાગ્યું તો નથી પણ,

આવશે એ આશ બંધાવી કબર આપી ગયો છે.


થાક ભૂલી ને હવે ચાલ્યા કરું છું એકલાં ને,

સાથની આશા અહીં છોડી, ડગર આપી ગયો છે.


આપવાની આજ દાનત એની પરખાતી નથી પણ,

યાદ માટે એજ તો આખું નગર આપી ગયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama