STORYMIRROR

kajal ni kalame

Tragedy

4  

kajal ni kalame

Tragedy

આંખોની અકળામણ

આંખોની અકળામણ

1 min
429

આ આંખોને કોણ સમજાવે ?

કે તું અહીંયા નથી હવે.

અંધારું ઘોર રમી રહ્યું જ્યાં

ત્યાં શાને ઉજાસ ગોતે હવે ?


 મારીશ લાખ ડુબકી સમદર માં,

એ મોતી નહી જડે હવે,

દફન થયા જે તારી સાથે

એ શમણાં ક્યાંથી શોધું હવે ?


મુરઝાયું જે બીજ ચમનમાં

એ ગુલાબ ક્યાંથી ગોતું હવે ?

ભળી ગઈ ભીતર માટીમાં

એ સુવાસ ક્યાંથી શોધું હવે ?

              

છતાંય આંખો જીદે ચડી છે,

એને કોણ સમજાવે હવે?

વહી ગયું જે વાદળ વચ્ચે

ધરાતલ પર ક્યાંથી આવે હવે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy