આંખનો ઈશારો
આંખનો ઈશારો
આંખનો ઈશારો ઘણું કહી દે છે,
આંખનો પલકારો સમજાવી દે છે,
નિરાશાથી મનમાં શોકમગ્ન થઈને,
અંધારે મનનો મૂંઝારો પચાવી દે છે,
દુનિયા જ અજબ કિમીયાગીર છે,
એકમેક બલીનો બકરો બનાવી દે છે,
ખાલી કહેવત બોલો તો શું થઈ શકે ?
ઈશ્વર જ મદનો પારો ઉતરાવી દે છે,
પાપ તો છાપરે ચડીને પોકારી જ ઊઠે,
ઈશ્વર અધર્મીને ચમકારો બતાવી દે છે.