આંગણે વસંત આવી
આંગણે વસંત આવી
આંગણે વસંત આવી જાગીને જો,
જીવનનો પાલવ જબોળીને જો.
આંખોમાં કેસૂડો આંજીને જો,
સંદેશો પ્રેમનો વાંચીને જો.
ઘટઘટમાં ગરમાળો ઘોળીને જો,
શ્વાસોમાં ફાગને ઉમેરીને જો.
લાલ-લાલ સિમડાને ચાખીને જો,
ચમકીલા હોઠોની લાલીને જો.
કૂહૂ... કૂહૂ... ગાતીએ ડાળીને જો,
કોયલથી ટહુકા બે માંગીને જો.
આંબાની જેમ તું મ્હોરીને જો,
બુલબુલની જેમ થોડું બોલીને જો.
ભમરાની સાથે તું ગૂંજીને જો,
ફૂલોની જેમ આખો ખીલીને જો.
શ્વાસોમાં ફાગને ઉમેરીને જો,
તારી બે યાદોને ગોતીને જો.
હાથોમાં ફૂલો અડાડીને જો,
સૂતેલાં ભાગ્યો જગાડીને જો.
