આંગણે ઢોળાયેલ રત્નો
આંગણે ઢોળાયેલ રત્નો


ઓસડ બધા ઘરમાં હતા ને જગ બહારે જાય છે,
ચમચી ભરેલી ઔષધોની ક્યાં અહી દેખાય છે ?
દોરડે બાંધી હકીકત ને અજાણ્યા થઈ હવે,
ધારણા ઘરની બધી ઘરને જ ક્યાં સમજાય છે ?
અન્નને ઔષધ બધું ફોગટ જવાના આર પર ને,
અન્નપૂર્ણા સમ લાગણી જો ક્યાંકથી વીંધાય છે.
વિસ્મય પમાડે વેરના વર્તન અહી અવળા અને,
ઢોળાય ને ઘરની દશા આખો મહી ભીંજાય છે.
માપવા વર્તન બધું કોને ગવાહી આપવી ?
જિંદગીથી જિંદગી પણ કેટલી મુંજાય છે.