STORYMIRROR

Bindya Jani

Abstract

4  

Bindya Jani

Abstract

આંગળીના ટેરવે

આંગળીના ટેરવે

1 min
316

આંગળીના ટેરવે મેં ચીતર્યુ છે આખું અંબર, 

મેઘધનુષી રંગોથી ખીલી ગયું છે અંબર, 


આંગળીના ટેરવે મેં તો ઝીલી છે આંસુની ધાર 

 તેની સ્નેહધારા એ ખુલ્યા છે મારા નયન દ્વાર,


આંગળીના ટેરવે મેં સ્પર્શયા છે ગુલાબી અધર, 

પ્યારી મુસ્કાનના પ્યાસા બન્યા છે કોમળ અધર, 


આંગળીના ટેરવે રણઝણ્યા સિતારના તાર,

કોઈ આવી ને સ્પર્શી ગયું મારા દિલનાં દ્વાર, 


આંગળીના ટેરવે મેં કરી કરામત જોરદાર 

ને કુદરતે કરામત કરી ખોલ્યા મોક્ષનાં દ્વાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract