STORYMIRROR

Bharat Thacker

Tragedy

4  

Bharat Thacker

Tragedy

આંધળી દોડ

આંધળી દોડ

1 min
493


કીડી ને કણ અને હાથી ને મણ એ કુદરતી વ્યવસ્થા છે,

પણ માનવ માત્ર ભાગે છે પૈસા પાછળ, ખબર નહીં શું પ્રથા છે,

ના જાણે કેવી હોડ છે, પૈસા પાછળ કેવી આંધળી દોડ છે,

પૈસા પાછળની ઘેલછા ના જાણે લાવે કેટકેટલી વ્યથા છે,

 

સુખી નથી થવું, પરંતુ અન્ય કરતા વધારે સુખી થવું છે,

જાણે છે કે શક્ય નથી, તો પણ હાથે કરી ને દુ:ખી થવું છે,

ના જાણે કેવી હોડ છે, પૈસા પાછળ કેવી આંધળી દોડ છે,

મુખ છે બધાને એક જ, પણ પૈસા પાછળ બહુમૂખી થવું છે,

 

આખરે તો બધાએ જવાનું ભગવાનના જ ઘર છે,

ભેગુ કાંઇ નથી લઇ જવાનું બધાનો એ જ સ્વર છે,

ના જાણે કેવી હોડ છે, પૈસા પાછળ કેવી આંધળી દોડ છે,

સમજી જવાય તો સારુ કે દુનિયામાં બધું નશ્વર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy