Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

આમંત્રણ

આમંત્રણ

1 min
273


અનુરાગભરી આંખો મુજને આમંત્રણ આપે,

જોતાં વેંત જ સ્વરૂપ મારા અંતરમાં સ્થાપે;

રોમાંચિત કરતાં રસ ધરતાં કલેશ કઠિન કાપે,

મળવા માટે એક થવાને આમંત્રણ આપે... અનુરાગભરી આંખો

રસ છલકંતી અમી ઝરંતી સ્વર્ગસુખ ભરી દે,

જોતાં વેંત જ અંતર તમને આરામ ધરી દે;

મુક્તિની મ્હેફિલવાળી એ અનેક આલાપે

હૃદય બીન પર રમી રહેતી, આમંત્રણ આપે... અનુરાગભરી આંખો

કંકોત્રી છે કલ્યાણ તણી કૃતાર્થ કરનારી,

કોમળ કરુણાભરી કલાંતિહર કલ્પવૃક્ષવાળી;

જ્યાં જ્યાં ફરે શાંતિ છલકાવે, પ્રસન્નતા સ્થાપે,

મોહિત કરે મહીને મંગલ , આમંત્રણ આપે... અનુરાગભરી આંખો

અમર રહે એ આંખ મહારા અંતરમાં સાચે,

જોતા વેંત જ પ્રાણ બનીને 'પાગલ'શો સાચે,

અમૃત એનું આ અવનીના અણું અણુંમાં વ્યાપે,

દર્દ શમાવે, તાપ મટાડે, ભેદ સફળ કાપે ! અનુરાગભરી આંખો


Rate this content
Log in

Similar gujarati poem from Classics