આમ જ એક દિવાળી કરીએ
આમ જ એક દિવાળી કરીએ
વર્ષના છેલ્લા દિવસને થોડો યાદગાર બનાવીએ,
તૂટેલી લાગણીઓને દફનાવી નવી ભાવનાઓ માટે જગ્યા કરીએ,
આશાની ધૂપસળીથી નવા સપનાઓના દીવા કરીએ,
હૈયામાં ભરેલી નફરતને જતી કરીએ,
જીવનના દરેક રંગની નવેસરથી રંગોળી કરીએ,
એક નવી શરૂઆતથી આ વર્ષનો અંત કરીએ,
આમ જ એક દિવાળી કરીએ.
