આમ હરતાં ફરતાં
આમ હરતાં ફરતાં
આમ હરતાં ફરતાં જય ગણેશ કહેતાં જઈએ,
આમજ વિધ્નહર્તા દાતાનું નામ લેતાં જઈએ.
ચાલતાં, દોડતાં જય ગણેશ કહેતાં જઈએ,
તનથી, મનથી જય ગણેશ કહેતાં જઈએ.
નિરંતર હરપલ, હરઘડી જય ગણેશ કહેતાં જઈએ,
રાત દિવસ જોયા વગર જય ગણેશ રટતા જઈએ.
શ્વાસે શ્વાસે જય ગણેશ જપતાં જઈએ,
જય ગણેશ કહેતાં જીવનનાં કષ્ટો દૂર કરતાં જઈએ.
ભાવનાસભર ભાવથી જય ગણેશ કહેતાં જઈએ,
સુખ દુઃખમાં સમભાવે જય ગણેશ કહેતાં જઈએ.
