આજકાલ
આજકાલ
આજકાલ તો લાલી
તું ખુશ તો છે ને ?
નથી પૂછી શકાતું પહેલાંની જેમ.
પહેલાંની જેમ હવે
વાતો પણ કરી શકાતી નથી
પણ એથી તારો મારો
પ્રેમ ઓછો થયો એવું નથી
મારાં વિચારોમાં તમે જ હોવ છો
પણ હા પહેલાં જેવું
મારાથી બોલી નથી શકાતું
તમારી માટે લાગણી રહી નથી
એવું ન માન બેટા
પણ સવારે તમને જોઈને
માની લઉં છું કે
તું ખુશ હોઈશ લાડલી
છતાંય ક્યારેક અમંગળ વિચાર
આવે તો પ્રાર્થના કરી લઉં છું
ને મન શાંત થઈ જાય છે.
તુંય બહું ચિંતા ન કર મારી
હું ઠીક છું, મને કંઈ નહીં થાય
તમારાં બધાંના પ્રેમ થકી
હું ગમે તેવી મુસીબતોનો
સામનો કરી શકું છું
બસ તમે ખુબ ખુશ
રહો એ જ દુવા કરું છું.