આઝાદીનો ઘડવૈયો
આઝાદીનો ઘડવૈયો
સુકલ શરીર ને હૈયે હામ
ડિલે ટૂંકી પોતડી પહેરતો,
દોડતી ચાલે ચાલતો
એક એવો નિરાળો ડોસલો,
મંદ મંદ મરકતો વિરલો
સત્ય અહિંસા ડાબે જમણે,
એ તો સત્યનો છડીદાર
હિંસા એને ક્યારેય ના સુહાતી,
ગાંધીગીરી કરતો ફરતો એ
સૌના દિલમાં 'બાપુ' નામે વસતો,
આઝાદીનો ઘડવૈયો અનોખો.
