Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

3  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others

આઝાદીને પંચોતેરમુ બેઠું

આઝાદીને પંચોતેરમુ બેઠું

1 min
241


લાગે છે જાણે, આખું આભ આવ્યું છે હેઠું

આજે આપણી આઝાદીને પંચોતેરમુ બેઠું,

 

કેટલીયે માતાઓએ સંતાનોનું મુખ નથી દીઠું

કેટલીયે બહેનો,પત્નીઓને પોતાનાથી પડ્યું છેટું,


ફરી દિલમાં એ શહીદીનું ગીત જુઓ પેઠું

આજે આપણી આઝાદીને પંચોતેરમુ બેઠું,


કેટલાયે બલિદાનો બાદ, આઝાદીનું મુખ દીઠું

અર્પણ સર્વસ્વ કર્યું, એક આસું પડ્યું નથી હેઠું


દર્દોનુ એ પાણી, સ્વતંત્રતાના રંગોથી થયું એઠું

આજે આપણી આઝાદીને પંચોતેરમુ બેઠું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational