આઝાદ નથી
આઝાદ નથી

1 min

43
વાદ વિવાદ છે આઝાદ નથી,
મુખે ફરિયાદ છે આઝાદ નથી,
ફેશન કરાય રોજ નકલ કરીને,
દેખાવોને દાદ છે આઝાદ નથી,
કામ પૂરતી થાય છે વાતચીત,
મૌન સંંવાદ છે આઝાદ નથી,
છેતરપીંડી ભળી છે લોહીમાં,
મીઠડો સાદ છે આઝાદ નથી,
પ્રેમમાં થાય છે મોટા દેખાવ,
કરે બરબાદ છે આઝાદ નથી.