STORYMIRROR

Rekha Patel

Romance

4  

Rekha Patel

Romance

આજે તો કહો

આજે તો કહો

1 min
230

દાયકા જિંદગીનાં વીતી ગયાં,

મન ખોલીને આજે તો કહો,


દિલમાં વાત છૂપાવીને બેસી ગયા,

લાગણીઓના દરિયામાં નાહી આજે તો કહો,


ક્યાં કોઈ સવાલ કરું છું તમને ?

મૌનને જરા વાચા આપી આજે તો કહો,


હંમેશા મૂંઝવણમાં જોયાં છે તમને,

સહજીવનનાં પથ પર ચાલ્યાં પછી આજે તો કહો,


સુખ અને દુઃખ વહેંચી લેશું આપણે બંને,

મનમાં યાદોને જગાવી આજે તો કહો,


જાણું છું તમારાં આ સ્વભાવને,

મુશ્કેલી દૂર કરવા તમારી આજે તો કહો,


"સખી" દૂર થઈ જશે મનની વિટંબણા,

વિશ્વાસ મારાં પર રાખી આજે તો કહો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance