આજે પણ યાદ છે
આજે પણ યાદ છે
આજે પણ મને યાદ છે
આપણી એ છેલ્લી મુલાકાત
ભળ્યાં હતાં એકાંતમાં જ્યાં
તારા મારા શ્વાસ
આજે પણ મને યાદ છે
આપણી એ છેલ્લી મુલાકાત
દીધા હતાં જ્યાં વચન
એકબીજા સંગે વિતાવા દિવસ ને રાત
આજે પણ મને યાદ છે
આપણી એ છેલ્લી મુલાકાત
વિખૂટા થયાં હતાં જ્યાં બે યૌવન
મળવા પુન: મિલનને વાટ
આજે પણ મને યાદ છે
આપણી એ છેલ્લી મુલાકાત
અંગો અંગ મહી પ્રસરાયોતો
આપણા પ્રણયનો જ્યાં તરવરાટ
આજે પણ મને યાદ છે
આપણી એ છેલ્લી મુલાકાત
ભળ્યાં હતાં એકાંતમાં જ્યાં
તારા મારા શ્વાસ

