આહાર
આહાર
લો વાચી
વાત સાચી
આચરકુચર ખાવું
પછી દવાખાને જાવું
જમાનો છે ફાસ્ટ ફૂડનો
સમય ગયો ઘી, માખણ ને દૂધનો
જીભને જે ભાવે એ પેટને ના ફાવે
રોગ જગત ભરના પછી ઓરીને લાવે
આડ અસરો ખાણીપીણીની જાણીને અજાણે
શરીરની સાર સંભાળ મૂકે કોરાણે
સ્વાસ્થ્ય મૂકી હોડમાં
લારી ગલ્લે તું દોડમાં
વૈદ્ય થાક્યા સલાહ આપી આપી
પચ્ય અને સમતોલ આહાર લો માપી માપ
