આગળ ભણવું છે
આગળ ભણવું છે
આગળ ભણવું છે મારે આગળ ભણવું છે
ભણ ગણીને મારે કંઇક બનવું છે
આગળ વધવું છે મારે આગળ વધવું છે
ભણી ગણીને મારે કઈક બનવું છે
પાટીને પેનથી લખાવે એ શિક્ષક બનવું છે
દેશની રક્ષા કરે એવા સૈનિક બનવું છે
દેશને જાણીને મારે નેતા બનવું છે
ફિલ્મોને જાણીને અભિનેતા બનવું છે
દર્દી ઓ બચાવવા મારે ડોકટર બનવું છે
કંપનીને સાચવવા માટે ડાયરેક્ટર બનવું છે
માનવતા જે સમજે એવા મનને સમજીને
મારે પહેલા માનવ બનવું છે
