આદતોનો દાસ હોય છે
આદતોનો દાસ હોય છે
સવાર પછી જેમ સાંજ હોય છે,
મનના હાલ પણ આજ હોય છે.
મળ્યું છે તેમાં ક્યાં હાસ હોય છે,
સદા વધુ લેવાની આશ હોય છે.
સુખ સગવડ બધું પાસ હોય છે,
તોય અશાંતિનો આભાસ હોય છે.
ચિતને મોહમાયાનો પાશ હોય છે,
તેથી ખોટી આદતોનો દાસ હોય છે.
