Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahendra Rathod

Drama

3  

Mahendra Rathod

Drama

આદત

આદત

1 min
3.0K


પ્રશ્નો એટલા બધા પૂછે કે કશો જવાબ ના જડે,

લાગે એવું કે એ નકામું બધે પાણી ભરે ઊંધે ઘડે,


હસે બધી વાતમાં વારંવાર ને શરમાય પણ એવું,

ક્યાંક દુભાય એની લાગણી તો છુપાવી મુખ રડે,


તોફાની તરવરાટ ચાલ ને હોય એનો ફેકડો મોટો,

મનમાં આવે મહિયારણ તો રસ્તાયે સાંકડા પડે,


ખોબલા જેવું મન હોય ને દરિયાદિલની વાતો કરે,

રસ્તે આડો ઉભો રહે ને હર પળે એ જગને નડે,


બેસીને ખૂણામાં કરે વાત ઉડવાની આસમાનમાં,

જો મળે કોઈની પાંખ ઉધારમાં તો અંધારે ઉડે.


Rate this content
Log in