આધ્યાત્મ
આધ્યાત્મ
એકાંત ભલે વ્હાલું છે ખૂબ મને મારું,
પણ પૂર્ણતા મારી તો, વ્હાલ છે તારું.
શબ્દોને હું જાણું જ છું વર્ષોથી મારાં,
અહેસાસ પણ છે મને, સન્નાટાનો તારાં.
રોજ થાય છે કંઈક નવીન જીવનમાં મારાં,
વણાઈ જઉં છું, રોજિંદા જીવનમાં છતાં તારાં,
ખબર છે, જીવનમાં પ્રેમ છે સર્વસ્વ 'નિપુર્ણ' તારાં,
પણ તું જ તો છે આધ્યાત્મ, પૂર્ણ જીવનમાં મારાંં.