આભાર શિક્ષક
આભાર શિક્ષક
નિત કરું વંદન તુજને આભાર શિક્ષક,
શીખવ્યું મને કર્તવ્ય પથે ચાલતા રોજ,
શીખતો હું નિત્ય અવનવી વાતોને ખોજ,
નિત કરું વંદન તુજને.
કરતા તમે અજ્ઞાનતા મારી તો દૂર,
બનાવ્યો મને નીડરને જીવનમાં શૂર.
નિત કરું વંદન તુજને.
ભર્યા રંગ મારામાં કુદરત કેરા નવા,
રોજ શીખવ્યા મને મૂલ્યો અવનવા.
નિત કરું વંદન તુજને.
બનાવતા તમે સારા જનોને જીવન ઘડતર,
કરતા રોજ દૂર સંશયને આપતા ભણતર.
નિત કરું વંદન તુજને.
બનાવતા ભવિષ્ય બાળકોનું તમે ઉજ્વળ,
જોતા રહેતા તમને જ્ઞાન આપતા વર્ષભર.
નિત કરું વંદન તુજને.
હતો હું કાચો ઘડોને અણસમજુ બાળ,
કેમ કરી ભૂલું..? તમારા ઉપકારને જ્ઞાન.
નિત કરું વંદન તુજને.
