આભ જેવું આભ પણ રડ્યું અહીં
આભ જેવું આભ પણ રડ્યું અહીં


આભ જેવું આભ પણ રડ્યું અહીં,
આંસુ જેવું આ કશુંક અડ્યું અહીં.
તારલા ટોળે વળી જોયા કરે,
વાદળોને વાંકુ કશું પડ્યું અહીં.
કોણ આવીને કરે શરૂઆત કહો,
કોણ જાણે, સૌ જિદે ચડ્યું અહીં.
માનતા ખુદને મહા વિદ્વાન જે,
આજ તેઓને અહમ નડ્યું અહીં.
હોય ભરતી, ઓટ 'જશ' આવે જ ને,
રોજ કરતું પ્રેમ જે લડ્યું અહીં.