આ ઠંડીમાં મને તડકો ગમે
આ ઠંડીમાં મને તડકો ગમે
મમ્મી મને રે શિયાળો ગમે
શિયાળો ગમે એની ઠંડી રમે
આ ઠંડીમાં મને તડકો ગમે....!
શિયાળે સ્વેટર ને ધાબળા ઓઢે
વહેલા વહેલા રાતે નિરાંતે પોઢે
આ ઠંડીમાં મને તડકો ગમે...
વહેલી સવારે ગુલાબી ઠંડી
એ ઠંડીની ઋતુમાં કુમળો તડકી
આ ઠંડીમાં મને તડકો ગમે...
શિયાળે અડદિયાને ચીકી ગમે
ગરમાગરમ રોટલાને ભડથું ભાવે
આ ઠંડીમાં મને તડકો ગમે...
શિયાળે મને ગરમાગરમ તાપણું ગમે
મમ્મીએ બનાવેલું ઘીનું ખાણું ગમે
આ ઠંડીમાં મને તડકો ગમે....
