આ તો ઉત્તરાણ છે...
આ તો ઉત્તરાણ છે...


ઉત્તર ઈશા એ હવાનો આલ્હાદ છે,
પરિવારજનોનો સાથ છે,
આ તો ઉત્તરાણ છે.
ઊંધિયું પુરીનો જમણવાર છે,
સાથે બોર ને શેરડીનો સાથ છે,
તલ, સીંગ ને મમરાની ચીક્કીનો સ્વાદ અપાર છે,
આ તો ઉત્તરાણ છે.
ઘેશિયો...ચાંદેદાર ..આકાશે સવાર છે,
સાથે ગુલાબી કિન્ના ધારદાર છે,
આ તો ઉત્તરાણ છે.
"કાયપો છે" એવો ચારે કોર અવાજ છે,
રાતે ફટાકડા ને તુક્કલ આકાશનું "અજવાળ" છે,
આ તો ઉત્તરાણ છે.
મિત્રોને ઉમળકા ભર્યો આવકાર છે,
બે દિવસ ધાબે જલસા ભારોભાર છે,
આ તો ઉત્તરાણ છે.
ચાઈનીઝ દોરીની કરો "અવગણના"
કારણકે પશુ પંખી ને માનવી માટે,
જીવનની કિંમત અપાર છે,
જલસા કરો દોસ્તો,
આતો મનગમતો "તહેવાર" છે
અરે આતો ઉતરાણ છે.